આ જગતમાં કંઈ કરવા પણું ક્યાં છે?
ને પ્રકૃતિમાં હું' હું ચરવા પણું ક્યાં છે?
તોળવો છે પ્રેમને , ત્રાજવે અહિયાં,
કોઈ તુલના શ્વાસ ભરવા પણુ ક્યાં છે?
હોય છે ક્યાં કેશ, ખીસ્સા નરમ જોને,
ને ઉધારી મોજ , મરવા પણું ક્યાં છે?
સેવકોની છે જ , આદત બૂરી તો શું?
ભ્રષ્ટ જીવન યાર ખરવા પણું ક્યાં છે?
પૂણ્ય જેવા માત્ર, દેખાડા જરા દેખો,
સાધુને આનંદ , ડરવા પણું ક્યાં છે?
-મોહનભાઈ આનંદ