તાકી છે જો દ્રષ્ટિ ભીતર દિલને અડકી,
થાકી ને અટકી ગયું, દિલ માંહ્ય ધડકી.
રંગીન છે આ જગતની હોશિયારી,
મસ્કો કદી મારતું દિલ ક્યાંક ફડકી.
આલમ ઈન્તેજાર , રૂકાવટ છે રુઠતા,
ઝાકળ સમી પાંપણો પર હોય ઝળકી.
રમણીય છે જો તું, અંતર મુખ થઈને,
આનંદ થી ખેડ કરવી ભાવને પકડી.
અસ્તિત્વ નો જાદૂ વિખરાશે કદી પણ,
આનંદ જો ધડકનોમાં દિલથી થડકી.
-મોહનભાઈ આનંદ.