હું સમાવું આકાશ જેવાં જ ચિતમાં
ને નમાવું માથું , ખરેખર જ પ્રિત માં.
જોડતી ઇન્દ્રિયો , તણા ઘોડલાં ને,
હું જમાવુ મન બુધ્ધિ જો હુંય જીત માં.
ભેદ, દ્રષ્ટિનો માયા મહીં , અંધકારે,
કોઈ સુરક્ષા કિલ્લા મહીં છે જ હિતમાં.
ગૂંજતા શબ્દો જો તમે સાંભળો ત્યાં,
નાદ ઊઠે આનંદ મય પ્રેમગીત માં.
છે પ્રકૃતિમાં આલેખ્યું છે ત્રણ ગુણોથી,
પંચ તત્વો ભાળે છે ભીતર જ ભીત માં
-મોહનભાઈ આનંદ