ભવોભવની ઝંખના રહી મારી द्रवऊ राम दयामय ।
દરશનની અભિલાષ અમારી द्रवउ राम दयामय ।
નયન તરસે ઝાંખી કાજે જગત્પતિ ધનુર્ધારી રામને,
મુજને હરિવર નિજજન ધારી द्रवउ राम दयामय ।
માયાપાશે લલચાયો, બંધાયો, અથડાયો, ભટકાયો,
લ્યોને કરુણાનિધાન તમે ઉગારી द्रवउ राम दयामय।
અંતર મારું અંતર તમારું કરોને એકરૂપ રઘુકુલનંદન,
ચોરાસી ફરતાની હો વેદના ભારી द्रवउ राम दयामय ।
નાથ સુગ્રીવ, વિભિષણ, અંગદ કેવટ લીધા અપનાવી,
લાગે મનમોહક મૂરત પ્રભુ ન્યારી द्रवउ राम दयामय ।
ભક્તવત્સલ, દયાનિધિ, કૃપાસિંધુ કોશલેશ રાવણારિ,
હોય સર્વ સમર્પણની હવે તૈયારી द्रवउ राम दयामय ।
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.