શબ્દ જોકે ભૂપ સાચે હોય છે?
મૌન રેલી ચૂપ સાચે હોય છે.
શેરિયત છે સાર ગર્ભિત ભીતરી,
ભાવ ભીનાં રૂપ ઝાકળ હોય છે.
કાફિયાની છે ખરેખર જોડ અહીં,
ગૂંથણી મા નૃપ જ સાચે હોય છે.
માળખું જો આંખ કાજળ શ્યામલી,
ખાસ મોહિત કૂપ પલકો હોય છે.
શોધમાં છે જો બહિર્મુખ જીવ ક્યાં?
આકરી જો ધૂપ , માયિક હોય છે.
-મોહનભાઈ આનંદ