Gujarati Quote in Quotes by Chaitanya Joshi

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એકવિધતાથી સદા કંટાળું હું પરિવર્તનનો પ્રેમી છું.
એકધારા જીવનને હું ટાળું હું પરિવર્તનનો પ્રેમી છું.

સતત દુઃખ કે સુખ મનની શાંતિને હણનારાં સમજો,
હું તો શૃંગ ગર્તમાં સમો ગાળું હું પરિવર્તનનો પ્રેમી છું.

નભમંડળના ચાંદ સૂરજના ઉદય અસ્ત બદલાતાને,
અનુકૂલનના નિયમોને હું પાળું હું પરિવર્તનનો પ્રેમી છું.

જડ બનીને સતત એકધારું જીવવું ના મંજૂર મુજને,
નદી નાવ સંજોગને ના તાળું હું પરિવર્તનનો પ્રેમી છું.

હોય છે મિજાજ પોતપોતાના બદલાતા સંજોગોના,
એમાંય હરિઈચ્છાને હું ભાળું હું પરિવર્તનનો પ્રેમી છું.

- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Gujarati Quotes by Chaitanya Joshi : 111720134
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now