દરિયા માં મોતી શોધવા નથી મારે
સાચ્ચા મોતીઓ મારા પાસે જ છે
એ છે મારા મિત્રો,
આકાશ માં તારાઓ જોવા નથી મારે
સાચ્ચા તારાઓ મારા પાસે જ છે
એ છે મારા મિત્રો,
કોહિનૂર હિરો જોતો નથી મારે
સાચ્ચા હીરાઓ મારા પાસે જ છે
એ છે મારા મિત્રો,
સોના ચાંદી જોતા નથી મારે
સાચ્ચા ઝવેરાતો મારા પાસે જ છે
એ છે મારા મિત્રો,
ચા માં ખાંડ જોતી નથી મારે
સાચ્ચી મીઠાશ મારા પાસે જ છે
એ છે મારા મિત્રો,
ખોટા સબંધો જોતા નથી મારે
સાચ્ચા સબંધો મારા પાસે જ છે
એ છે મારા મિત્રો.