ઉમ્મીદના દીવા જો, સળગાવીને ચાલે છે
જીવનમાં ચાહત જો છલકાવીને ચાલે છે.
આદત પડી છે જો ઉસુલમાં જીવવાની ત્યાં,
ઈમાનદારીથી જ મન બ્હેલાવીને ચાલે છે;
બેહદમાં આલમ બાદશાહી જીંદગી જેની,
હદ હોશિયારી માં જો ઉથલાવીને ચાલે છે.
શમણાં નગર ખુલ્લી જ આંખો રાખતા જોને,
અંધાર જોને મોઢું, મલકાવીને ચાલે છે.
નફરતનું જ્યારે જીરવી લીધું ગરલ ત્યારે,
આનંદ વેલીનું અમૃત ધાવીને ચાલે છે.
-મોહનભાઈ આનંદ