રંગો ની દુનિયા
આવો આવો આજ મજાની , રંગો ની દુનિયા દેખાડુ.
રંગબેરંગી રંગો સાથે , રંગીલી દુનિયા દેખાડુ.
લાલ, લીલો, પીળો, કેસરી, જાંબલી, વાદળી, રાખોડી.
મળી ગયા ભાઈબંધો સાથે,ને થઈ ગઈ પાકી દોસ્તી.
આવો આવો...
કાળો ધોળો સાથે બેસી કરતાં બથ્થમ બથ્થા.
એક ભળે સૌની સાથે,ને એકને છે અભરખા.
આવો આવો...
ભળે છે જ્યારે એકમેકમાં ,પરિવર્તન થાય નીતનવા.
ખાલીપા માં રંગ પાથરી,બનાવી એ સૌને રંગીલા.
આવો આવો...
શીખીએ આપણે રંગો પાસે , કેમ ભળવું સૌની સાથે.
એકબીજા ના ગુણ પારખી, રંગાઈ જઇયે સૌ સંગાથે.
આવો આવો...
@mi..