🌻 હકારાત્મકતા નો યજ્ઞ 🌻
આજ નહીં તો કાલ , ઉગશે એક પ્રભાત.....મંદિરની સીડીઓ પર જામશે ભીડ અપાર.
સન્નાટો જ્યાં આજ ધાક પાડી ઊભો..... કિલકિલાટ થાસે કાલ એ આશ રાખી ઉઠો.
યોગ , નિયમ , આસન, પ્રાણાયામ, માસ્ક ને દૂરી......સજ્જ રહો આ હથિયાર સાથે ને જીતો જંગ પૂરી.
વાંચન , લેખન , ચિત્ર ને સર્જનાત્મક પ્રવૃત્તિઓ થકી .....ભીતરની જગાડો આગ ને કરીલો ઈચ્છાઓ પૂરી.
તુલસી , ગળો , ફુદીનો ,અજમો , લીંબુ ને મોસંબી..... આજે આ ઔષધ આપણી માટે ખૂબજ છે જરૂરી.
હેન્ડ વૉસ , સેનીટાયઝર , રસી.....ને સાથે રાખો વિશ્વાસ....તૈયારીઓ કરીને પુરી ઊંડા ભરીલો શ્વાસ.
દયા , કરૂણા , મમતા ,સાથ , સહકાર ને હીંમત.......છે આપણી આ તાકત ન આંકો ઓછી કિંમત.
" હકારાત્મકતા નો આ વિશ્વ યજ્ઞ" , હોમીએ નકારાત્મકતાના બીજ...... પામીશું યજ્ઞફળ મીઠાં , ને ગાશું વિજયના ગીત.
@mi..