લાગી દરશનની મને તાલાવેલી राम नमामि राम नमामि।
ગૃહ કારજને મેં તો દીધાં મેલી राम नमामि राम नमामि ।
હૈયે હેત પ્રગટ્યું કેવું કે રામવિણ ક્યાંય ચેન ન આવતું,
હવે તો રામ રક્ષકને રામ બેલી राम नमामि राम नमामि ।
અંતરયામીના વિયોગે ક્યાંય કશું મને ગમતું જગતમાં,
સંસારની છોને ના ઉકલે પહેલી राम नमामि राम नमामि ।
મન પરોવાયું મારું જેમ માળા મણકા તણો હોય દોરો,
મારી આશા અંતરની હો છેલ્લી राम नमामि राम नमामि ।
રીઝો રઘુકુલનંદન રામ મારા સઘળા અપરાધો વિસારી,
સાવ અભણ છું નથી કૈં ભણેલી राम नमामि राम नमामि ।
કેટલીય ગુમાવી જિંદગી મેં તો માયાપાશે રઘુકુલનંદન,
પામવાની રીત બતાવો સહેલી राम नमामि राम नमामि।
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.