એક મ્યાનમાં તલવારો જો બે કેમ સમાણી,
પ્રેમગલી સાંકડી પણ ઐક્ય સાધી જાણી.
પીધા ઝેર નાં પ્યાલા , મીરાં એ હોવાની,
પામી જો એ પ્રિયતમને વાત છે જુનવાણી.
નટખટ હોવાની ચાલ , જવાની છે દિવાની,
ને જવાની છે જવાની તો પણ ના સમજાણી.
ઈચ્છા છે દિલ પામી, લઇએ ખૂદ ખોવાઈ,
પરિશ્રમથી સિધ્ધિ , પામીએ થાય ઉજાણી.
ડંખતી નાગિન હરદમ ,તૃષ્ણા હરપળ દિલને,
આનંદ ફનાની ફિતરત , અહીં કોણે માણી.
-મોહનભાઈ આનંદ