પ્રેમ માંહી દર્દો ઉછીના ગણી લો
આપ દિલમાં પ્રેમાળતાને વણી લો.
હા ખરેખર ઘાયલ મળે છે શહીદો,
વ્હોરતા એને દિલ મહીં ખણખણી લો
બાવળો વાવીને , પછી પામશો શું?
તાજ કાંટાળો આપ છે જે લણી લો .
વાસના નો વિસ્તાર છે મધનો પૂડો,
યાર ડંખો ખાઈ જરા ખળભળી લો.
હોય ભીતર આનંદ જો પ્યાર કરતાં ,
મન મનોલય પામી જરી ગણગણી લો.
-મોહનભાઈ આનંદ