Gujarati Quote in Poem by Umakant

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

:::::::::::
સ્વજન ગયાં,
આંસુ વહ્યાં,
હૈયાની ભીનાશનાં બિંદુ
અસ્થી કુંભ પર સરતાં રહ્યા.

વરસ આખું હલાવી ગયું,
વૃક્ષો સાથે ઉગતી કુમળી ડાળીઓ રગદોળી ગયું,
પાયમાલ થયાં,
બેહાલ થયાં,
બેઘર, છત વિહોણાં થયાં,
ડબ્બાઓમાં જમા સપનાઓની રકમ પણ લઈ ગયાં.

સપના તૂટયાં,
દિલાસા ખુટ્યા
હાથ લંબાયા,
કંઇક ખેંચાયા,
મૃત્યુના ભાવ સમજાયા,
ચિતા પર રોટલીઓ સેકનારા દેખાયા.

દરેક આફતોમાં દુઃખી એક મા જ હતી.
એ'હના આંસુ હવે વાદળોમાં દેખાયા.
એ કહેતાં હતાં,
ફરી વરસિસું
નવ જીવન દેવા.

આખરે એ પ્રકૃતિ પણ
મા જ હતી,
રડતી,
સંવરતી,
સહન કરતી,
ડૂમો ગળતી.

અરૂણ ગોંધલી, ૦૬.૦૬.૨૦૨૧.

Gujarati Poem by Umakant : 111716663
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now