પાંદડા છોડી કરીએ , વાત જો મૂળની ,
ખપ પડે છે ક્યાંક યારો વાત જો ધૂળની .
દર્દે ગમ ઝખ્મો થી છૂટકારો પામી જો,
મરહમી અનુભૂતિ ત્યાં પ્રત્યેક છે પળની.
ઝેર શબ્દોનું તો ક્યારે પીવું જોઈએ ,
યાદ રાખો પીએ શંકર વિષ હળાહળની
માં નો ખોળો છે જ, આશ્રય બાળ માટે જો,
હોય સમજણ ક્યાં પવિત્રતા ત્યાંય સ્થળની
ચાંદ રોશન રાત રોશન , છે સિતારા ચમચમ,
વ્હેતું ઝરણું વાત છે , આનંદ અનર્ગળ ની.
-મોહનભાઈ આનંદ