કાવ્ય......રચના.......
.............................................
મનુષ્ય પદાર્થ મોટી ખાણી
અમૃત બોલ બોલે વાણી.
બોલનારની જેને ગત આણી.
તેજ નર પોગ્યા પદ નિરવાણી...
અગમ બોલ બોલે વાણી.
તેની મોજ કોઈ વિરલે માણી.
સુરત નુરત દોઈ પનીહારી.
ગંગા જમના એક ઘર નારી.
સુખમણા એ સહેજ ઠેરાણી...
અમી રશની હેલી ઉભરાણી.
હુતો હરખમાં ખુબ હરખાણી.
પીયુ મળીયા થઈ પટરાણી....
ઓતપ્રોત થઈ સુરતા લોભાણી.
ખોળવા જતા ખુદ ખોવાણી.
મનોહર રહી નવ નામ નિશાની..
સમુદ્રની લહેર સમુદ્રમાં સમાણી.....
...............................................
મનોહર દાસના જય ગુરુ મહારાજ...