ઉગાબાપાનું પદ...
....................................
સતગુરુ ભજી લેને.
ભવપાર બેડલી થાશે.
નામ રૂપ નાશવંત જનમ્યા તે જાશે.
એક અણલિંગી નામ
નિત્ય ગુણ ગાશે.
તેનો થાશે બેડો પાર.ટેક...
નામ રૂપ ગુણ નાશવંત છે.
ચોથું પદ અવિનાશ.
એ અવનાશી પદ પીંછાનો.
અખંડ નામ નિરાકાર.
અનામી કહેવાશે.ટેક...
જે જે પદાર્થ નામ જુવો
તેને તેનું કલ્પીયું નામ.
તે ઠરાવ છે મનુષ્ય તણો.
નામ ઠરાવથી બહાર.
સંતો ઉપાસે.ટેક...
મેલી જગડા વાંકબાણના
સતગુરુ શરણ સ્વીકાર
હીરસાગર સતગુરૂ મળીયા.
ઉગમ નામ નિરાકાર.ટેક...
.....................................................
મનોહર દાસના જય ગુરુ મહારાજ...