Gujarati Quote in Whatsapp-Status by Shahnavaz

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શબ્દકોશમાં કેટલુંક
આડુંઅવળું થઈ ગયું છે !

જનમટીપનું નામ
મોબાઈલ થઈ ગયું છે !

કેદી નંબરનું નામ
મોબાઈલ નંબર થઈ ગયું છે !

જેઈલરનું નામ
એડમીન થઈ ગયું છે !

દીવાસ્વપ્નનું નામ
સોશ્યલ મીડિયા થઈ ગયું છે !

તાળીઓના ગડગડાટનું નામ
લાઈક થઈ ગયું છે !

ગામના ચોરાનું નામ
ફેસબુક થઈ ગયું છે !

અણદીઠેલ ઘરનું નામ
મેસેન્જર થઈ ગયું છે !

દીઠેલ ઘરનું નામ
વોટ્સએપ થઈ ગયું છે !

હાજરી પત્રક તમામનું
ઓનલાઈન થઈ ગયું છે !

પ્રસંગ સાચવવાનું પણ
ઓનલાઈન થઈ ગયું છે !

બિરદાવવાનું કે વખોડવાનું
ઓનલાઈન થઈ ગયું છે !

માનવ દેહનું નામ
મોબાઈલ નંબર થઈ ગયું છે !

હવે જીવવાનું સહજ નથી રહ્યું,
હવે ઓનલાઇન રહેવું
એજ જીવન થઈ ગયું છે !

સૌજન્ય... વોટ્સએપ મેસેજ.

Gujarati Whatsapp-Status by Shahnavaz : 111714496
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now