મનને ડંખતા અનુભવોને ભૂલી જાઓ.
વેદના આપતા અનુભવોને ભૂલી જાઓ.
સજ્જન સાથે સારું વર્તન ન પણ થાય,
એના પજવતા અનુભવોને ભૂલી જાઓ.
સજા પામનાર હંમેશાં દોષી ન પણ હોય,
હૈયાને પીડતા અનુભવોને ભૂલી જાઓ.
બદલાની આશા ના રાખો; કર્મ પર છોડો,
દુઃખ વાગોળતા અનુભવોને ભૂલી જાઓ.
હૈયે રાખો હેત હરદમ હરિ હિસાબ કરશે,
કાવાદાવા કરતા અનુભવોને ભૂલી જાઓ.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.