Create Date: 29/05/2021 22:38
Content: મોતની આવી ખબર!
રવિકર તું આમ ના ઉઠાડ મોતની ખબર આવે!
થોડુંક તો દિલ બહેલાવ ના મોતની ખબર આવે!.
ગાંધીજીના વાનર બની સૌ આમ કેમ જોયા કરે?
થોડો તો લે તું તો વિરામ ના મોતની ખબર આવે!
સાવ ધુંધળી આવી આમ તો ક્ષિતિજ ન હોય?
તું ખોટે તો ખોટું બોલાવ ના મોતની ખબર આવે!
લઇ લે તું આ નેતાઓને એ કઈ કામના જ નથી!નેક દિલ ને તો સાચવ! ના મોતની ખબર આવે!
બવ થયા છે પાપ ધારામાં એ ધરાને તું માફ કર!
'મયુર'ઇસને મહાકાવ ના મોતની ખબર આવે!
મયુર દરજી