Gujarati Quote in Story by Juli Solanki

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

' વફાદાર મિત્ર ' maro Bhochu 💕


વફાદાર મિત્રની વાત આવી તો મારો એક જ છે વફાદાર મિત્ર તેનું નામ ભોચું છે. બીજા ઘરમાં હતાં ત્યાં જ એનું જન્મ થયું. કહેવાય તો શેરી કૂતરો પણ એટલો જ સમજું. આપણા કરતા પણ વધું સમજે. અમારી પાસે જ મોટો થયો. હતા તો 6 ગલુડિયા પણ એમાંથી એક જ ભોચું બચ્યો ને આજે 2 વર્ષનો થઈ ગયો.

એક દિવસની વાત છે 2 વર્ષ પહેલાં બીજા ગલુડિયા ઠંડીના કારણે મરવા લાગ્યા. ત્યારે ભોચું ખૂબ જ ઉદાસ થતો સુઈ રહેતો. ખાવાનું પણ મૂકી દેતો.તે પણ બીમાર પડી ગયો.

ડૉ. પાસે હું અને મારો ભાઈ તેને એક જાડી કપડાંની થેલીમાં નાખી ઉપાડીને લઈ ગયા. બિચારાને 3 ઇન્જેક્શન ખાવા પડ્યાં. એવો રાડું નાખે . એને મારુ બહુ હતું એટલે તરત મારી પાસે આવી ખોળામાં બેસી ગયો. થોડી વાર રહી તેને ઘરે પરત લઈ આવ્યા.

તો રસ્તામાં આગળ એક બીજો અજાણ્યો કૂતરો ભસવા લાગ્યો. હું તો ડરી ગઈ. ભાઈ તો એની ધૂનમાં આગળ નીકળી ગયેલો. તો ભોચું તેને ખૂબ ભસવા લાગ્યો. એ મારા હાથમાં જ હતો. કૂતરા હોય તે કારણ વગર કોઈને હેરાન તો ન જ કરે . એટલે બીક નતી કે મને પણ બટકો ભરી લેશે .


પેલો કૂતરો ભાગી ગયો થોડી વારમાં. હું ને ભોચું ઘરે પહોંચ્યા ..

ક્યારેક વિચાર આવે કે આજુબાજુમાં ખૂબ વસ્તી હોવા છતાં કોઈએ મારી મદદ ન કરી પરંતુ આ ભોચુંએ બીમાર હોવા છતાં મદદ કરી. ઘરે જઈ ડૉ. એ આપેલી ગોરી પહેલાં દૂધમાં નાખીને પીવડાવી અને પછી સુવડાવી દીધો એને . એને માથે હાથ ફેરવો તો તરત સુઈ જતો.

Gujarati Story by Juli Solanki : 111712986
New bites

just for knowledge...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now