Gujarati Quote in Motivational by મોહનભાઈ આનંદ

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સ્વ શ્રી.જયદેવ ભોજક સાહેબ
=============================
છે સમાધી સ્પંદનો, ભીતર જુઓ,
કળ અકળ જો મન, હું બેસાડું તને.
હોય છે આનંદ , સાચો ચિન્મયી,
અર્થ મોઘમ, હસ્તિ દેખાડું તને.

જેમણે શબ્દોને ગીત-સંગીતથી શણગારી સમાજ માં દિવ્યતાનો સંચાર નિ: સ્વાર્થ ભાવે કર્યો છે.એવા નિષ્કામ કર્મયોગીને દિલથી પ્રણામ.

એમના સાનિધ્યમાં જેટલી પળો માણવા મળી,
એ ખરેખર પ્રશંસનીય છે, એમાં સંતોષ ,ધીરજ અને સંયમની અનુભૂતિ થઈ કારણ કે તેઓનું આધ્યાત્મિક જીવન કરૂણા, ઉદારતા, સહિષ્ણુતા સદગુણોથી ભરપૂર હતું.

કવિ ઓ સાથે તેમનો ઘરોબો હતો, કવિની રચનામાં ત્રુટિ દુર થાય ને શબ્દો સન્માનિત થાય , એવી સિધ્ધી તેમની સંગીત કળામાં હતી.કારણકે તેઓ પણ કવિ હ્દય હતા.શબ્દના મર્મજ્ઞ, ને લક્ષણાના જાણકાર હતા.

આદરણીય સ્વ.શ્રી જયદેવ સાહેબ એક દિવ્યતા સભર વ્યક્તિત્વ , એક સંગીતનું વિશાળ વટવૃક્ષ , એક નિષ્ઠાવાન નિષ્કામ કર્મ યોગી તથા ઉમદા જ્ઞાન વૃધ્ધ મહામાનવ હતા.એમનુ જીવન ખુબ સહજ સ્વાભાવિક અને સરળ હતું.એ દર્શન કાવ્યાત્મક વર્ણન ;

કોઈ વાતો મનમાં, મોઘમ ઠીક છે,
શૂન્યમાં લય હોય , હરદમ ઠીક છે.
કોણ કોને, ઓળખે છે, જો જરા,
પોત પોતામાં જ , આદમ ઠીક છે.

આવા વિવેકી ,વિનય શીલ ચારિત્ર્ય ઘડતર કરનાર
દિવંગત શ્રી જયદેવ ભોજક સાહેબ ને હું સન્માન પુર્વક શબ્દ શ્રધ્ધાંજલિ અર્પણ કરું છું. ૐ શાંતિ.

=============================

Gujarati Motivational by મોહનભાઈ આનંદ : 111712827
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now