Gujarati Quote in Religious by Chaitanya Joshi

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ખુલ્લાં મૂક્યાં ઉરના દ્વાર હવે તો હરિ આવોને.
કરી પ્રતિક્ષા મેં પારાવાર હવે તો હરિ આવોને.

થાકી જિહ્વા રટીરટી પ્રભુ હરપળ નામોચ્ચાર,
લોચને અવિરત અશ્રુધાર હવે તો હરિ આવોને.

નિતનિત નૂતન આશા જાગે આવશે કીરતાર,
દ્રવજો દીનાનાથ દાતાર હવે તો હરિ આવોને.

ધીરજ ખૂટી તોયે દીપ શ્રદ્ધાનો હજુ જલનાર,
જીવમાત્રના ગુણ જોનાર હવે તો હરિ આવોને.

વિહ્વળ હૈયું કેવું ધબકે હર ધબકારે છે પોકાર,
તુજ વિણ ના કોઈ આધાર હવે તો હરિ આવોને.

લાજ રાખો રઘુનંદન સેવક શ્વાસ થકી રટનાર,
ધનુર્ધારી ના તડપાવો વારંવાર હવે તો હરિ આવોને.

ભક્તવત્સલ બિરુદ હરિવર કેટલી હજુએ વાર?
દોષો ભૂલીને અંતર વાંચનાર હવે તો હરિ આવોને.

- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Gujarati Religious by Chaitanya Joshi : 111712109
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now