પરિવાર
આપણાં સંબંધ ની નિર્ભેળતા પરિવાર છે!
વામણાં સંબંધ ને પડકાર આ પરિવાર છે.
એક તકલીફે પડે, દસ દોડતાં, પંપાળતા,
પ્રેમ નો છલકે કટોરો, એ જ કારોબાર છે.
એકબીજા ના દુઃખે સો દોસ્તો થાતાં દુઃખી,
ને, હસું હું, તો હસે , સંગીત નો ખનકાર છે.
લાગણી થી તરબતર જો ને મળ્યા સ્નેહીજનો,
હેત ની હેલી ચઢે, પ્રીતી તણો ટંકાર છે.
ઊગતો રંગીન દિન ને સાંજ સુહાની ઢળે,
સ્નેહ ની છોળો ઉછાળે પ્રેમ પારાવાર છે
ડો જિજ્ઞાસા છાયા ઓઝા