તું સાથ છે, તો જીવું છું, એવું નથી !
તું જો નથી, તો જીવવા જેવું નથી !
જોડાય છે જો લાગણી આ પ્રીતની,
એમાં કહેવા જેવું ઘણું, કહેવુ નથી !
લાગી રહી ઉધારની જિંદગી ભલે,
આ ઋણ તારું ચૂકવી દેવું નથી !
વિયોગ ની જે તડપ આ દિલમાં રહી
તું દરદ સહે, મારે કઈ આ સહેવું નથી !
તું હોય જો ખુશ આમ તો, બીજું કશું-
'પીયૂષ' ને તારી થકી લેવું નથી !
-પિયુષ