Gujarati Quote in Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

~~~~કસોટી~~~~

નહીં માને ને તું ?
નહીં છોડેને વારંવાર મારી કસોટી કરવાનું ?
તને તો બહુ મજા આવતી હશે ને ?

તો શું થયું કે હું મજબૂત છું ?!
અનેક વખત તૂટી-તૂટીને ચૂરેચૂરા થઈ છું
ત્યારે આ મજબૂતી મેળવી છે.


તો શું થયું કે પડ્યા પછી ઝડપથી ઊભી થઈ શકું છું ?!
સહેલું તો નથી જ ને આ!
અહીં ઘૂંટણ નહીં પણ હ્રદય છોલાઇ જાય છે.
જેની સારવાર કરતાં દિવસે તારા દેખાય છે .

હોઇશ.....
કદાચ તારી નજરમાં હું હોશિયાર વિદ્યાર્થી હોઇશ,
એટલે તું મારી માટે હર વખત નિતનવાં અઘરાં પ્રશ્નો લાવે છે..

પણ હવે નહીં ..

બસ કર હવે..

હવે હું થાકી ગઈ છું ટોપ કરી કરીને ..!!

--શબનમ

Gujarati Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi : 111711567
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now