કોઈ વાતો મનમાં, મોઘમ ઠીક છે,
શૂન્યમાં લય હોય , હરદમ ઠીક છે.
કોણ કોને, ઓળખે છે, જો જરા,
પોત પોતામાં જ , આદમ ઠીક છે.
ક્યાંક ફેરો થાય છે ,ફોગટ જો કદી,
શ્વાસ અટકે ,એક કદમ દમ ઠીક છે.
જો રિસાઈ ને ,કદી ટીખળ કરો,
ત્યાં તસલ્લી હોય ,એકદમ ઠીક છે.
હોય છે આનંદ ,ભીતર આત્મ માં,
શાસ્ત્રમાં તો એક, આગમ ઠીક છે.
-મોહનભાઈ આનંદ