એમ એ ઉભા છે પ્હેરી ઘરચોળુ,
હું બેઠો હૈયે ઉછેરી ઘરચોળુ,
રાત આખી ચાંદ ઓઢીને આવી,
ચાંદની મા જાણે વેરી ઘરચોળુ.
સ્પર્શ એ રીતે મુકી ગ્યા શ્ચાસોમા,
લ્યો, હથેળીમાં ઉમેરી ઘરચોળુ.
રાત નાગણ થઈને ડંખે છાતીએ,
અંગભીંસે કેવુ ઘેરી ઘરચોળુ.
ચાર કાંધે એ સુતુ સન્નાટો થઈ,
શ્ચાસના તારાને ખેરી ઘરચોળુ.
હાથ જોડી સૌ ઉભા થયા એ રીતે,
ઘરનું મારા બસ વિખેરી ઘરચોળુ.
શૈલેષ પંડ્યા