Gujarati Quote in Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વિનયહીન તારા જગતની પ્રથા છે !
ચહ્યું' જે મળ્યું ના પ્રભુ એ દશા છે !

આ ફૂલો, આ ફોરમ, આ ઝાકળ ને ઝરણાં,
પમરતી આ સૃષ્ટિ રે કોની કલા છે !

નથી કોઇ શંકા મને જિંદગી પર,
કરી ના ય લજ્જિત એ એની દયા છે !

મુક્કમલ સફર એમ કોને મળી છે ?
કદી બર ન આવી મુરાદો કજા છે !

અરથ ચાહવાનો અમે એક જાણ્યો,
બધાની અહીં એકસરખી કલા છે !

જનો છે હરિના શિકાયત કરું શું ?
ફસાઈ હું વારેઘડી એ જગા છે !

* નિશિ *

Gujarati Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi : 111710921
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now