મળી રહેમત હટાવે કોણ છે જોજો,
પછી તાળા લગાવે, કોણ છે જોજો.
કસુર હું કાર માં , જોને અહંકારે ,
જો ખોટું ત્યાં ઠરાવે કોણ છે જોજો.
છે શબ્દો ઝેર , ખોટા બોલ બોલીને,
ને કટૂતા ત્યાં ધરાવે , કોણ છે જોજો.
શિકાયતમાં ,ખુશી ટીખળ થકી હો જો,
એ તસલ્લી ત્યાં કરાવે,કોણ છે જોજો.
કરૂણા માં 'ય જીવનને , જુઓ જીવી ,
ને આનંદે જગાવે, કોણ છે જોજો.
-મોહનભાઈ આનંદ