ચપટીક અજવાળું
ગાઢ અંધારું અને ચપટીક અજવાળું
બોલો,બાઈજી! પરોવુ કેમ પરવાળું
બાઈ,હું તો એમ સમજી કે, 'ચૂલો બાળુ'
બાઈજી,આ તો સળગતું જાય છે સાળુ
હાથમાં ઝીલુ ને છટકી જાય ચાન્દરણુ
આયખાને ઓળખી લીધું અટકચાળુ
આ તરફથી સીમ ઘેરીને મને ઊભી
ને પવનની જેમ મન દોડે પિયરઢાળુ
બાઈજી, પડપૂછની પીડા છે પોતાની
એક ગળણે કેટલાં અંજળ કહો,ગાળું?
-ભરત ભટ્ટ