આ બધી છે રમત, કોઇ તારું નથી;
ને નથી કો' કદર,કોઇ તારું નથી.
જીવવું થાય જ્યારે દુભર ભીતરે,
મરવું છે ને સતત,કોઇ તારું નથી.
કોઇ જીવે નહીં કોઇ માટે કદી,
રાખવી નૈ નજર,કોઇ તારું નથી.
કોણ પૂછે તને કે મને ક્યાં પછી?
સૌ 'સ્વ' માં છે મગન,કોઇ તારું નથી.
શોધતા નૈ જડે ખુદ તું જ "અર્ચના",
છોડ ને એ મમત,કોઇ તારું નથી.
અર્ચના🌺