મલ્યો ને જયારે તું મને એ પલનો આભાર માનું છું,
મોકલ્યો તને એણે મુજ પાસે એ મહાદેવ નો આભાર માનું છું,
તું વીર છે મારો તુજને હું મારી જાન માનું છું,
ભલે રહયો તું નાનો મુજથી હું તો તને મોટો જ માનું છું,
વહાલ તારો મીઠડો ને ગુસ્સો પણ પ્રેમ જ માનું છું,
ભલે રહયા આપણે દુર એકબીજાથી તોય હું સાથે જ માનું છું,
સફળતા ચુમે કદમ તારા એજ મહાદેવથી માગું છું,
ખુશ રહે સદાકાળ તું તુજમાં જ મારી ખુશી માનું છું,
વીર મેળવીને તુજ સરખો હું મુજને નસીબદાર માનું છું,
પપ્પાનાં ગયા પછી તો એક તારી જ વાત માનું છું,
સાથ ને પ્રેમનો હાથ હું સદાય માથે ભાળું છું,
વીર પણ હોય છે બાપ સમાન કદાચ હવે એ વાત હું જાણું છું,
વખાણ કરતાં તારા તુજને સંગ મારી હું ભાળું છું,
ખુટી પડયા હોય શબ્દો મારા એવું હવે હું માનું છું,
વાંચીને લાગણી મારી તું રડતો હોઈશ એ જાણું છું,
પણ,
તું વીર છે મારો તુજને હું મારી જાન માનું છું.
B+ve
Krishna