માર્ગ કોના, પડાવ કોનાં છે?
પગ જરા આ ઉઠાવ, કોનાં છે?
કોણ જીતે છે કઈ દિશાએથી,
હાર કોની છે,દાવ કોનાં છે?
હું કદી તાપમાં, કદી થરથર,
આ અહીં ધૂપછાવ કોનાં છે?
માત્ર વિસ્તાર શબ્દનો છે આ,
તો પછી આ લગાવ કોનાં છે?
કોણ ગઝલો લખાવી ચૂપ બેઠું,
ગીત કોનાં, કટાવ કોનાં છે?
ભરત ભટ્ટ