પાણી ભીના પાદર જાણી,
સુતા લાંબી ચાદર તાણી .
વાદળ ઝરતા ટપકે બુંદો,
ભીની માટી સોડમ ધારી.
ખેતર શેઢા ઝાકળ પીધાં,
જીવે કણબી મોસમ માણી.
શીતળ ૠતમાંગાતા મનખા
આંખે રમતાં સપના ભારી.
હસતા ફુલો ઝાડે ડાળે ,
નજરો ઠરતી રંગત ભાળી.
જીવે માસૂમ મરકી મરકી,
' દખના જોતા વળતા પાણી
માસૂમ મોડાસવી.