કરણી
મૃત મેળા !માણસોના મન રડાવી માનતા'તા રામ છે
જાત સાથે ધર્મ આવે એમ વાવી માનતા'તા
ચાર ફેરા હાફતાં ચોકે ચડી,જાતી ધડી
તાવ તારો પણ તને ધારે ! મનાવી માનતા'તા
પાળ બેસી ઠારતાં,ચિંતા ભરી આંખો નમે
લાખ વાતો કર્મ કાંતે આગ આવી માનતા'તા !
કાળ-કાળા કામનો ફુંટે ધડો,માટી તણો
રાખ રાખી માપ સાથે,લૈ વહાવી માનતા'તા
જળ તપાસી થાંભતો, થોડો હવાનો ધાબળો !
પાનફૂટી ફાગ સંધ્યાં ,વન મઢાવી માનતા'તા
યુગ થયો કળિયુગ હવે વરદાન માને જીંદગી
જીભ ઝુંઠી તાળવે, બોલી લખાવી માનતા'તા
સાદ દેતો, બાર બેઠો,ભાર-ભારો બાંધતો
પણ! ગળાતી ચારણે શ્વાસે વળાવી માનતા'તા
શબ્દ શબ થાતો કહે કેવા ભરોસા મોતનાં
જાગતાં સ્વપ્ન જરા જાતે ભણાવી માનતા'તા
જાગૃતિ મારુ "જાગુ"