Gujarati Quote in Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તાપ એનો ભલે ને પ્રખર હોય છે,
ઝાંઝવાની તરસ છે પ્રબળ હોય છે.

સાંજ આખી ઢળી જાય છે યાદમાં,
આંખમાં અશ્રુઓનો પ્રલય હોય છે.

એકલી સાવ માણું તને બસ તને,
યાદનો એક એવો પ્રહર હોય છે.

છે અજાણ્યો છતાં લાગશે પોતિકો,
એક ચહેરો મહી થી પ્રકટ હોય છે.

સામસામે કરે વાત પણ મૌનથી,
આંખથી આંખનો જો પ્રણય હોય છે.

કાફિયા ને રદીફો સજાવે છતાં,
પીડ સાથે ગઝલનો પ્રસવ હોય છે.

ને સતત થાય છે એક શ્વાસે રટણ,
ભીતરે નાદ જાણે પ્રણવ હોય છે.

અર્ચના🌺

Gujarati Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi : 111710218
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now