કર્મ યોગ
==============================
ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને નિમિત્ત બનાવી માનવજાતિને અપાયેલ કર્મયોગનો દિવ્ય સંદેશ આપ્યો છે.
મન, વચન અને ઈન્દ્રિયો દ્વારા જે સહજ થાય છે, તે કર્મ છે. એ કર્મ સકામ હોય એ કુદરતી છે. દરેક જીવને ઈચ્છા છે, મનમાં તેથી વૃત્તિ હોય અને પછી પ્રવૃત્તિ થાય એ કર્મ છે. આ સહજ સ્વાભાવિક છે.
પરંતુ બધાજ સકામ કર્મ નથી કરતા, જે જ્ઞાની છે
તપસ્વી છે ,જતિ ,યોગી , સંન્યાસી છે,તેઓ કર્મ કોઈ ઈચ્છા ને વશ થઈ નથી કરતા, તેથી તેઓ તો
નિષ્કામ ભાવે નિર્લેપભાવે અનાસક્ત થઈ કર્મ કરે છે.માટે. કર્મ બંધન થી મુક્ત થઈ જાય છે.
કર્મ યોગ એ ગીતા નો મૂળ સંદેશ છે, અર્જુનને તેના
ક્ષત્રિય ધર્મ નું પાલન કરવું જોઈએ, એ સમજણ
ખુબ સુંદર રીતે આપી છે. છેલ્લે અર્જુન ઉપદેશ ગ્રહણ કરી ને કહ્યું, હું આપેલા કર્મનાં ઉપદેશ અનુસાર અવશ્ય યુદ્ધ કરીશ..
કર્મ ઘણા પ્રકારના છે.
કર્મ અકર્મ વિકર્મ. ક્રિયમાણ, સંચિત પ્રારબ્ધ.
પૂણ્ય કર્મ ,પાપ કર્મ. સકામ નિષ્કામ કર્મ.વગેરે..
કર્મ = કર્મ કરવું
અકર્મ= કર્મ ના કરવું. ( અકર્મણ્યતા)
વિકર્મ = શાસ્ત્ર કે ધર્મ , કાયદો વગેરે ની વિરુદ્ધ કર્મ
કરવા. પ્રકૃતિ નુ ઉલ્લંઘન કરી , કર્મ કરવા તે.
ક્રિયમાણ = આ જન્મ માં મન વચન અને ઈનદ્રિયોથી કર્મ કરવા તે..
સંચિત = એટલે ક્રિયમાણ કર્મો ભેગાં થાય છે તે
તમારા કર્મોનું બેલેન્સ.
પ્રારબ્ધ = એટલે ભેગા થયેલા કર્મ થી પરિપક્વ બની ને તમને ફળ મળે છે તે.એટલે કે કર્મનો ભોગવટો કરવામાં આવે તે પ્રારબ્ધ.
આમ, કર્મ નો ભોગ કરીએ એટલે તેમાંથી મુક્ત.
પરંતુ બધાજ કર્મો તત્કાલીન ફળદાયી થતાં નથી.એ
કર્મો જેમ balace carry forward કરીએ ,
એમ જન્મ જન્માન્તર સંચિત સ્વરૂપે ( કર્મ બીજ ) થઇ રહે છે. કાળક્રમે એનો પણ ભોગ થાય એટલે એમાંથી જીવ મુક્ત થઈ જાય છે.
પરંતુ કર્તા ભોક્તા ભાવથી કરેલા નવા ક્રિયમાણ કર્મો ફરીથી આ કર્મચક્ર માં ઈચ્છા તૃષ્ણા ના કારણે જીવને ફસાવે છે. આ ઈશ્વરીય પ્રાકૃતિક માયા છે.એમાથી છૂટવા ઈશ્વરીય કૃપા દ્રષ્ટિ જોઈએ.
ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, કર્મ તો પ્રકૃતિ માં થાય છે, પરંતુ માનવ અહંકાર વશ મેં કર્યું એ ભાવ થી
પોતાને કર્મ નો કર્તા સમજે છે તો ફળનો ભોક્તા થવું પડે.એ સ્વાભાવિક છે.એટલે કર્મ કરવામાં જ
અધિકાર છે ફળની અપેક્ષા રાખવાની નથી. અપેક્ષા જ દુઃખદાયક છે. અનાસક્તિ કેળવી ને જે
નિષ્કામ ભાવે નિર્લેપભાવે કર્મ કરે તો મુક્તિ પામે.
ભગવાન અર્જુનને નિમિત્ત બનાવી કહે છે.કે
ઈન્દ્રિયો અને વિષયો માં લાગેલું મન વશમાં કરવું જોઈએ. એ માટે હંમેશાં ત્યાગ કરવાની ભાવના ,
અને વિષયો માં ભોગવૃતિ છોડી વિતરાગ હોવા જોઈએ. આમ અભ્યાસ કરવા થી તમસ ગુણની વૃધ્ધિ નહીં થાય અને ક્રમશઃ તમસ થી રજોગુણ અને તેને પણ ત્યાગ દ્વારા જીતી સત્વગુણી થઈઆત્મચેતના માં સ્થિત થવું જોઈએ. પછી જ ભક્તિ યોગ કે જ્ઞાન કોઈ પણ માર્ગે ગુણાતીત થાયત્યારે અહંકાર પુર્ણરૂપે નાશ પામે છે.
ભક્ત શરણાગતિ સ્વીકારી આત્મનિવેદન કરી પુર્ણ થાય ત્યારે કર્મ ઈશ્વર પ્રિત્યર્થે કરી ભગવદ્ ભાવ પામી કર્મફળ થી મુક્ત થાય છે.યોગી પુરુષ પ્રાણશક્તિ કુંડલિની જાગરણ દ્વારાસહસ્ત્રાર માં સમાધી દ્વારા આત્મચેતના માં સ્થિર થઈ કર્મ ફળ થી મુક્તિ મેળવી આનંદ પામે છે.
જ્ઞાન યોગના આચરણ દ્વારા આત્માજ્ઞાનથી, વિવેક વૈરાગ્ય થી આત્મચિંતન દ્વારા એ અપરોક્ષ અનુભૂતિ નું ચૈતન્યમય જ્ઞાન પામીને કર્મબંધન થી મુક્તિ મેળવે છે.