ટહુકો કરી સવાર કરે છે કમાલ છે !
દિલ એમ તારતાર કરે છે કમાલ છે !
મલ્હારથી પ્રહાર કરે છે કમાલ છે !
ગુલફામ તું તુષાર કરે છે કમાલ છે !
તું વોટસ્ અપ ઉપર છે ખબર થાય એમ કે,
થઇ રીંગટોન વાર કરે છે કમાલ છે !
લૂંટી ગયા હ્રદય ને મુકદ્દર બની ગયા,
વેરાન શાનદાર કરે છે કમાલ છે !
મારી વફાએ કૈક સમર્થન કર્યા છતાં,
શંકા ય ધારદાર કરે છે કમાલ છે !
ભૂલું બધી એ યાદ અવસ્થા હવે નથી,
એ પ્રેમ આરપાર કરે છે કમાલ છે !
ભૂંસાય ના ઢળી હથેળી પર લકીર જે,
સંબંધની સિતાર કરે છે કમાલ છે !
** નિશિ**