*મને ભીંજવે*
આવે મને યાદ,
તારી બેસુમાર...
થઈ રહ્યો છે તું ,
મારો ગુન્હેગાર ,
મને ભીંજવે,
તારો વરસાદ....
અઢી અક્ષરનો આ પ્રેમ
કરે કેવો!
તારો ને મારો સુમેળ,
મને ભીંજવે,
તારો વરસાદ....
આવ કુંજ ગલીએ તું મારી,
રાહ જોવ હું તારી,
થઈ હું તો બાવરી,
મને ભીંજવે ,
તારો વરસાદ ....
નિરખજે તું ,
મારા હૃદયની બેહાલી,
કેવી કઠોર થઈ પ્રિત,
મારા પર તારી,
મને ભીંજવી ગયો ,
તારો વરસાદ.......
કાજલ કાંજિયા 'ફિઝા'