ઝરણું
કેટલો અલ્પ પ્રવાહ એનો
નાદ નહીં ,નિનાદ નહીં
અને સરોવરો જેવી વિશાળતા પણ નઈ
સમુદ્ર જેવું તોફાન નઈ, નદી જેવી ગતિ નઈ
તો પણ આ ઝરણું કેટલું આત્મ સંતોષી છે
કોઈ કોલાહલ નઇ માત્ર નીરવ શાંતિથી વહેતુ
જીવનનો મંત્ર શીખવતું, અને અવિરત અવોરધો થી લડતું
પડતું,આખડતું, અને પોતાનો રસ્તો ખુદ બનાવતું આખરે એ નદીને મળતું
કલ કલ ગાતું હતું અને જાણે એવું લાગ્યું મને જીવન ના ઘણા બધા પ્રશ્ન ના જવાબ આપતું હતું.
પાર્થ
“સ્વ ની શોધ”