જિંદગીમાં બધું જ વ્યવસ્થિત ચાલતું હતું,
પણ અચાનક જ અવ્યવસ્થિત થઈ ગયું.
જીવન આ વિતાવવું સહેલું લાગતું હતું,
અરેરે! હવે ઘણું જ અઘરું થઈ ગયું.
ના ધારેલી ઘટના બનવાનું દુઃખ અસહ્ય હતું,
મન મારુ ગહન આઘાતમાં સરી ગયું.
કોરોના નામના રાક્ષસનું સામ્રાજ્ય એવું હતું,
જેમાં ખાસ સ્વજનોને ગુમાવવું પડ્યું.
કાકા ના સંગાથ નું જે અમૂલ્ય છત્ર હતું,
એ છત્ર માથા ઉપરથી ઉઠી ગયું.
ઈશ્વર સામે ફરિયાદ ભરેલું મોઢું ખુલ્યું હતું,
આંખોમાં આંસુઓની ધાર નું રાજ થયું.
દિલના ખૂણેખૂણામાં ઉદાસીનું થર ઘેરાયું હતું,
યાદોના વમળમાં મન અટવાતું રહી ગયું.
એવું તે ખાલીપાનું સરનામું ભટકાઈ ગયું હતું,
કદીય ન ભરાય એવી ખોટ નું નુકસાન મળ્યું...