હૈ કૃષ્ણ.....
જાણે કે આ વિચારોનુ તોફાન મને વિખેરી રહ્યું છે
સવારનો સુરજ પણ ભ્રમણ કરતો રહ્યો અને ભ્રમીત પણ
આ વિચારો નો પ્રવાહ જાણે જીવન ના મૂળભૂત પ્રશ્નો ને ઉભા કરે છે
હું જાણુ છું ભવિષ્ય માં આવવા વાળી બધીજ પરિસ્થિતિ અત્યારે તો ભાવીના ગર્ભ માં વાસ કરી રહી છે
પણ દુનિયાની સમક્ષ હું ક્યાં કિરદાર થી પ્રસ્તુત થઇ એ
સવાલો નું વાવાઝોડું જાણે મારી સ્થિરતાને વિખેરી રહ્યું છે
મારા અંતરમન ની અખંડ ધારા સફળતાના માર્ગ સાથે જાણે એટલી હદે જોડાઈ ને વણાઈ ગઈ છે કે હવે કોઈ વિરામ કે કોઈ મુકામ અસંભવ છે
ખેર ...જીવન મહત્વ નો આ એક ભાગજ છે
ક્યારેક ઉત્કૃષ્ટ આનંદ તો ક્યારેક અતિ વિશાદ
શું વિચારો ની આ તીતર બીતર અવસ્થાજ તો મારા વ્યક્તિત્વ ના નવશર્જનનો આધાર નથી ને ?