હોશમાં છે ક્યાં ,જરા તું વિચારી જો,
શબ્દ સાચો દિલ, મહીં તું ઉચારી જો,
લેખ લખ્યા ત્હે ,ખરેખર થઈ કર્તા,
ફળને કારણ વૃત્તિ ભોક્તા દુલારી જો,
કોણ જાણે આપ ભૂલ થાપ ખાઈ ગ્યો,
ગતિ ગહન કર્મો તણી , તું ય ન્યારી જો,
હોય સમજણ યુક્ત નિષ્કામ કોઈ તો,
ધર્મની સાચી જ, ત્યારે ખૂમારી જો,
હોય છે આનંદ સાચો,સ્વ અનુભૂતિ માં,
મન તું નિર્લેપી થઇને , બુહારી જો,
-મોહનભાઈ આનંદ