Gujarati Quote in Blog by Minal Gosalia Shah

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*માત્ર એક સરસ સહેલી હોય* ❤️❤️

ચાલીસ પચાસ ની સ્ત્રી જ હવે એકદમ જુવાન હોય
અનુભવોના ભાથા સાથે બોલ્ડ પણ હોય.

સંસાર માં રહીને પણ પોતાની સ્પેસ સંભાળે છે.
ગીતો, વાર્તાઓ, મુવી, ડ્રામા જ્યારે મન થાય ત્યારે જુએ છે.

ચાલીસ પચાસ ની સ્ત્રી સૌથી વધારે સ્માર્ટ હશે એવું કહેવામાં કંઈ ભૂલ નથી.

બહાર જવા માટે એને હવે કોઈની પરમિશન ની જરૂર નથી. લોકો શું કહેશે એની પરવા હવે એ કરતી નથી.

સાડી અને સાસુ એનું ડિસ્કશન હવે રહ્યું નથી.
વિમાનના પંખ લગાવીને એને દુનિયા ફરવી છે.

અંગભર દાગીનાને ક્યારની તિલાંજલિ આપી હોય છે
ડાયમંડ નું મંગળસૂત્ર એટલું જ માત્ર દીમાગ માં પહેરે છે.

જીવવાનું રહી ગયું હતું તે હવે જીવે છે,
ચાલીસ પચાસ ની સ્ત્રી જ સૌથી જુવાન હોય છે.

આજે ભગવાન મળ્યા
એણે પૂછ્યું શું જોઈએ છે બોલ તને,
તરતજ મે કહ્યુ એને, આપતો'જ હોય તો એક સરસ મજાની બહેનપણી આપ.

સુંદર ન હોય તો કંઈ વાંધો નહિ
પણ જે બોલવામાં સુંદર હોય...

આંખો સુંદર ન હોય તો કંઈ વાંધો નથી,
આંખો ને વાંચનારી આંખોથી બોલનારી હોય....

વાળ લાંબા ન હોય તો કંઈ નહિ,
પણ સાથે લાંબે સુધી ચાલનારી હોય....

મારા હરેક દુઃખ માં ન રડી હોય તો કંઈ નહિ,
ફક્ત મારા સુખ માં રાજી થનારી હોય...

આમાંથી કંઈ ઓછું હશે તો પણ ચાલશે,
ફક્ત એક સરસ બહેનપણી હોય.....🤝🏻👍🏻

*સહેલી*

*બધી સહેલીઓ ને અર્પિત*💃🏻💃🏻💃🏻💃🏻💃🏻💃🏻💃🏻💃🏻

*તમારી સરસ બહેનપણી ને મોકલો*👍🏻

Gujarati Blog by Minal Gosalia Shah : 111708364
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now