રાત જો વેરણ, સમી લાગે છે,
વાત જાણે જો , કમી લાગે છે
પાંપણો છે અર્ધ ખૂલ્લી ઘેનમાં,
આંખ માં થોડી, નમી લાગે છે.
કોણ જાણે શુન્યતા, સર્જાઈ ,
જો ગહેરી મનમાં ભમી લાગે છે;
કોઈ કારણ નીપજ્યું છે , એવું,
મન જ પ્રહરી ,જો ક્ષમી લાગે છે,
હું જ ખોવાઈ, જરા જો આનંદ,
દિલમાં સાચી , હો અમી લાગે છે.
-મોહનભાઈ આનંદ