અભિમાની માણસને ખુશામત ખપે,
બેદરકાર માણસને આળસ ખપે.
ક્રોધી માણસને અન્યના દોષ ખપે,
ઈર્ષાળુ માણસને અન્યની સિદ્ધિ ખપે.
જે માણસને અન્યના અવગુણ ખપે,
જીવનમાં તેને અશાંતિ જ ખપે.
જે માણસને પોતાના દોષ સુધારવા ખપે,
જીવનની સાચી સફળતા તેને જ ખપે.
ધારા મનિષ ગડારા "ગતિ".