◾શબદ બન્યા હથિયારો
શબદ બન્યા હથિયારો
ફાડી નાખે,ચીરી નાખે મલિન વિચાર ધારો
શબદ બન્યા હથિયારો
ક્યાંક ખૂણેથી કલમ ઊગે તો દોડી આવે લોકો
જાણે,તૂટી પડે છે તીડ માફક શોધે કેવળ મોકો
આ તે કેવા વ્યવહારો
શબદ બન્યા હથિયારો
બળી રહેલી આઝાદીમાં, બળી રહી છે લાશો.
ઘૂંટણિયેથી ઊઠો નઈ તો રોજ મરશિયા ગાશો.
નિજ શક્તિને લલકારો
શબદ બન્યા હથિયારો
ફાડી નાખે,ચીરી નાખે મલિન વિચાર ધારો
શબદ બન્યા હથિયારો
~ પ્રવીણસિંહ ખાંટ