તું કહે તો હું કહું, એથી વધુ હવે શું કહું???
શમણે મઢી રાત છે,એ શમણાંમાં એક વાત છે,
તું કહે તો હું કહું, એથી વધુ હવે શું કહું???
જીવનનું નવું સોપાન છે,એમાં એનું મુકામ છે,
તું કહે તો હું કહું એથી વધુ હવે શું કહું???
દિલમાં ખૂંપ્યુ તીર છે, એ તીર પર એનું નિશાન છે,
તું કહે તો હું કહું, એથી વધુ હવે શું કહું???
નશીલી આંખો છે, ભરીને પીવા એના જામ છે,
તું કહે તો હું કહું, એથી વધુ હવે શું કહું???
અનોખી રાહ છે, એ રાહોની જે રાહબર છે,
તું કહે તો હું કહું, એથી વધુ હવે શું કહું???
પ્રિત ભર્યું હૈયું છે, એ હૈયામાં એનું નામ છે,