કેટલાંય સમયથી ફોટોગ્રાફીમાં કેરિયર બનાવવા ઈચ્છતી આકાંશાને આજે કેમેરા ખરીદી આપ્યો મમ્મી - પપ્પાએ. તેણી તો નીકળી પડી બીજા જ દિવસે સૂર્યોદય થતાં સ્ટ્રીટ ફોટોગ્રાફી કરવા. સોની બજાર, શાક માર્કેટ, દાણાપીઠ. એમ બધે પોતાની સૂઝબૂઝથી તસ્વીરો ખેંચી. ત્યાં તેણી મચ્છી બજાર પાસેથી નીકળી. અને એક દ્રશ્ય જોયું. બકરીઓ એક રૂમમાં બંધ હતી. રૂમ જેલસમાન હતો. બારણું ન હતું.બલ્કે સળિયાઓ હતા. અને તાળું મારેલ હતું. આકાંશાએ બીજે જ દિવસે કેમેરા વેંચીને તે બકરીઓ ખરીદી લીધી......
Spark
- યશ સોમૈયા ✍️
આવાઝ